|| અથ શ્રી અધ્યારૂજી મહારાજ રચિત કીર્તન ||
|| અથ શ્રી ગરૂવા ગણપતિનો રાસ ||
ગરૂવા ગણપતિ દેવ મહોદર | વિધ્ન નિવારણ સ્વામી સહોદર ||
ચરણે પ્રણામ કરે સો | હરી હરી ||૧||
વીણા પુસ્તક કર આરોપે | હંસ ચઢી કવિને કર નિરોપે ||
લોપે જડમતિ કંદો | હરી હરી ||૨||
સરસ્વતી દેવી ચરણે શિર નામી | જેહ પ્રસાદ કવિતગુણ પામી ||
સ્વામી ગાઈસું ગુણ ગોવિંદો | હરી હરી ||૩||
જેણે સચરાચર જીવ નિપાયા | જલ થલ મહિઅલ ભુવન સમાયા ||
લાયો મોહ જુવાલો | હરી હરી ||૪||
પંડ રહો જે જીવ નિહાલો | ઉવટ જાતો તેહને વાલો ||
ટાલે સેવું સંસારો || હરી હરી ||૫||
ક્ષણુ બહુ બ્રહ્માંડ ઘડે ને વિનાશે | આપ વિભુ તે ત્રિભુવન વાસે ||
હાસે કરે વિનોદો || હરી હરી ||૬||
કનલ છે પણ જીવ ન ચાહે | કર્મ તણે મદે તે ન આરાહે ||
બાહે અંતસ કાલો || હરી હરી ||૭||
અભગતા જનપે કર્મ કરાવે | કર્મ ભોગવવા દેહ ધરાવે ||
સેવક કર્મ કસાનો ? || હરી હરી ||૮||
રોમ રોમ બહુ બ્રહ્માંડ સમાયા | બ્રહ્માદિક સનકાદિક ધાએ ||
પાર ન પામે તે હો || હરી હરી ||૯||
તે સ્વામી પિંડ બ્રહ્માંડ સમાણો | ઋષિ સુર દાનવ નર ન કલાણો ||
જાણે આપે આપો || હરી હરી ||૧૦||
હરી સેવે સુખ નિશ્ચલ જાણો | વણસતું એહ કસું મન આણો ||
આલે અમૃત મા ઢોલો || હરી હરી ||૧૧||
ઇન્દ્રી ગમતું ચંત નિવારો | હદે વચન કર્મ વિષ્ણુ વિચારો ||
પાર હોય ભવ જાલો || હરી હરી ||૧૨||
મચ્છ રૂપે શંખાસુર માર્યો | સઘપણે ભવસાગર તાર્યો ||
વારૂં ભુવન અધર્મો | હરી હરી ||૧૩||
કૂર્મ રૂપે મંદરગિરિ સાહૂ | પસરૂ સુર દાનવ અવગાહૂ ||
ગાહ્યું ક્ષીર સમુદ્રો || હરી હરી ||૧૪||
પ્રલય સમય જલ ભૂમિ અવગાહી | આદ વરાહ દાઢાગ્રે સાહી ||
ચાહી ભુવન વિનાશો || હરી હરી ||૧૫||
હિરણ્યકશિપુ ત્રહૂ ભુવનવિદિતો | જેણે સમર્યા ગણ સુરપતિ જીત્યો ||
વિત્યો તે મુનિ શાપો || હરી હરી ||૧૬||
પુત્ર હેત મનોરથ સારો | નરસિંહ રૂપે નહોર વિડારો ||
માર્યો દાનવ રાયો || હરી હરી ||૧૭||
ઇન્દ્ર કાજ બલ જાગ વિનાસું | વામન બલિ પાતાલ નિવાસું ||
વાસો નિરભે લોકો || હરી હરી ||૧૮||
પરશુરામે ક્ષત્રિપત મોડ્યો | લૃષિવરનો અપરાધ વછોડ્યો ||
જાડ્યો વાડવ લોકો || હરી હરી ||૧૯||
રધુનૃપકુલ અવતાર જ લીધો | સુરપતિ મન મનોરથ સીધો ||
કીધો દેવ પસાવો || હરી હરી ||૨૦||
દશરથ પરમાનંદ વિચારે | અપુત્રીયું દુઃખ શોક નિવારે ||
ચાર તેહને કુલ દીપો || હરી હરી ||૨૧||
જેહ નામે શ્રુતિપાઠ નિરોપે | સ્મરણ માત્ર અઘનાશન ટોલે ||
બોલે વેદ પુરાણો || હરી હરી ||૨૨||
રામચન્દ્ર તહાં દિન દિન વાઘે | હેલા દેવ કારજ સર્વ સાધે ||
આરાધે નિજ ધર્મો || હરી હરી ||૨૩||
લીલા મુનિવર જાગ નિહાલો | દાનવ તણો હરીએ ઉપદ્રવ ટાલો ||
વાલો અહલ્યા દેહો || હરી હરી ||૨૪||
લીલા ત્રિપુરધનુષ જેણે ભાગ્યું | ઘોષ ત્રિભુવન કંપવા લાગ્યું ||
ભાગ્યું હેલા વિનોદો || હરી હરી ||૨૫||
ત્રિભુવન ઓચ્છવ હોય નિરંતર | સીતાવર અતિ ત્રિભુવન સુંદર ||
સુર નર મન આનંદો || હરી હરી ||૨૬||
ચાર સહોદર પરણી ચાલ્યા | પરશુરામ હઈડે અતિ સાલ્યા ||
હાલ્યા પર્વત શૈલો || હરી હરી ||૨૭||
પરશુરામે પરમેશ્વર જાણ્યા | ધનુષ્ય ચઢાવી નિશ્ચય આણ્યા ||
જાણ્યા એ સુરસારો || હરી હરી ||૨૮||
લીલા દેવ અયોધ્યા આવ્યા | વર સુંદર મોતીડે વધાવ્યા ||
ભાવ્યા જમ શશીરૂપો || હરી હરી ||૨૯||
જનેતા વચન નૃપ બાંધ્યો દેખી | અયોધ્યા તણું રાજ ઉવેખી ||
વેષ લિયો વનવાસો || હરી હરી ||૩૦||
લક્ષ્મણ સીતા સહિત સનાતન | ચાલ્યા પ્રભુ ચિત્રકૂટ ગિરિ વન ||
જનક ગયા સુરલોકો || હરી હરી ||૩૧||
માતૃ વંશથી ભરત અણાવ્યા | પટા અભિષેક તેહને સંભાવ્યા ||
આવ્યા જહાં શ્રીરામો || હરી હરી ||૩૨||
કૃપા કરી પ્રભુ નગર પધારો || સ્વામીજી તાતનું રાજ સિધારો ||
ભરત વિનય પર બોલે || હરી હરી ||૩૩||
રામચંદ્રે શિખામણ આપી | ભરત પાદુકા આસન થાપી ||
આપી અભુક્ત કામો || હરી હરી ||૩૪||
ચિત્રકૂટથી ચાલ્યા સ્વામી | લીલાપતિ દક્ષિણદેશ પામી ||
પામી બહુ લૃષિમાનો || હરી હરી ||૩૫||
શાસન દીધું કુંભજમુન | રામચંદ્ર ગયા પંચવટી વન ||
મન આનંદ ઘરે જો || હરી હરી ||૩૬||
કામાકુલી નિશાચરી આવી | શૂર્પણખા લક્ષ્મણે સંભાવી ||
શ્રવણ નાસિકા છેધાં || હરી હરી ||૩૭||
ચૌદ સહસ રાક્ષસ રણ સોધી | લંકાપૂરી તેણે દુઃખે વિરોધી ||
કીધી કૃત્ય મારીચે || હરી હરી ||૩૮||
વાનરપતિની કંધા કાપી | તેણે ઠામ સુકંઘર થાપી ||
આપી અવિચલ રાજો || હરી હરી ||૩૯||
માલ્યવાન ગિરિ ભરત સુકંધર | લંકાપુરી દહી આવ્યો કપિવાનર ||
વાનરસેન મલે જો || હરી હરી ||૪૦||
રામચંદ્રદલ પહોતા સાગર | બાંધ્યો સેતુ તહાં નલવાનર ||
પાર ગયા ક્ષણ માંહે || હરી હરી ||૪૧||
રજ્નીચર પડયો સમરાંગણ | પરિવારાસું હણિયો રાવણ ||
બાણ દશે સિર છેદે || હરી હરી ||૪૨||
સકલ ભુવન આનંદ ન માય | રામચંદ્ર સીતા લેઈ જાય ||
નગર અયોધ્યા માંહે || હરી હરી ||૪૩||
કૃષ્ણરૂપે ગોકુલ અવતરિયા | ગોવરધન પર્વત કર ધરિયા ||
વરિયા ગોપી ગોવિંદો || હરી હરી ||૪૪||
મોરપીંછ મુગટ શિર સોહે | નિજ માયા દેવ ત્રિભુવન સોહે ||
સોહે ગુંજાફલ હારો || હરી હરી ||૪૫||
હાથ વાંસળી શિંગુ વાયે | ગોવાલે પરવરિયા જાયે ||
લાહે પરબ્રહ્મ વેદો || હરી હરી ||૪૬||
સર્વ રૂપે હરી રંગે રાચે | વૃંદાવન ગોપી વચ્ચે નાચે ||
સાચો સો એ બ્રહ્મચારી || હરી હરી ||૪૭||
અકલ અસંભવ એસો દીઠો | બાલકેલિ ગોકુલમાં પેઠો ||
બેઠો ધ્રુવ શુક ચંતો || હરી હરી ||૪૮||
અનંત ચાલો અગીઆર વરીસો | તેણે તેડે અક્રૂર સરીસો ||
છવીસમો ગોવિંદો || હરી હરી ||૪૯||
શ્યામલ પરબ્રહ્મ દેહ વહોણો | મહીકારણ રઢ માંડે સલૂણો ||
ઊણો નહિ કદાપો || હરી હરી ||૫૦||
બુદ્ધ રૂપે હરી ધ્યાન વિચારે | કલંકી રૂપે યવન સંઘારે ||
સાર કરે નિજ લોકો || હરી હરી ||૫૧||
શ્યામલવરણ હરી હ્યદિયા મેહેલો | ત્રિભુવનપતિ હરી નામે ખેલો ||
ઝીલો પરમાનદો || હરી હરી ||૫૨||
વિષ્ણુ ભક્તિ મુક્તિ ફલ કાજે | રાસ કર્યો પંડે ધનરાજે ||
કાજ કરો હરી નામે || હરી હરી ||૫૩||