Home

        ભારતમાં યાત્રાધામ તરીકે ઘણા મંદિરો પ્રસિદ્ધ છે. જેમાં હિંદુ દેવી-દેવતાઓના ઘણા મંદિરો આવેલા છે. તેમાં  દેવી-દેવતાઓની અલગ – અલગ સ્વરૂપની મૂર્તિઓનું પૂજન અને અર્ચન કરવામાં આવે છે પરંતુ પદ્મનાભ ભગવાનની વાડીમાં બધા જ ભગવાનનું સ્વરૂપ નિરાકાર છે એટલે કે કોઈ આકાર નથી બધા જ ભગવાન માટીના સ્વરૂપના ક્યારાના બનેલા છે. ભારતમાં એક માત્ર માટીના ભગવાનનું મંદિર જે પાટણમાં આવેલ છે. જેમાં ૩૩ કોટી દેવતાઓ, ૫૬ કોટી યાદવો અને ૨૮ હજાર ઋષિમુનીઓનો વાસ છે. મુખ્ય પદ્મનાભ ભગવાનનો ક્યારો પશ્ચિમાભીમુખ પ્રવેશદ્વાર છે. વાડીની રચના થઇ ત્યારથી જ વાનરરાજ એટલે કે વાંદરાઓનો વાસ છે અને વાંદરાઓ અને કુતરાઓ એક સાથે રહે છે.

વિ.સં. ૧૪૫૮ના ચૈત્ર સુદ પાંચમને ગુરુવાર મેષ સંક્રાંતિ દિવસે ઘટીકા બાર ચઢતે પહોરે રોહિણી નક્ષત્રમાં શિવદાસ કુંભારના વંશજ માં માતાશ્રી લાખમા અને પિતાશ્રી કરણને ત્યાં શ્રી પદ્મનાભ ભગવાન પાટણમાં પ્રગટ થયા. દુર્વાસા મુનિના શ્રાપથી કૃષ્ણનો શુદ્ર યોનીમાં થયેલો અવતાર. “પદ્મ” એટલે કમળ અને “નાભ” એટલે નાભી એટલે નાભીમાં કમળ ધારણ કરનાર શ્રી પદ્મનાભ ભગવાન એમને માટે બિલકુલ યોગ્ય નામ છે. આમ તેમનું નામ “પદ્મનાભ” રાખી નામકરણ સંસ્કાર વિધિ પૂર્ણ થઇ પ્રભુ દિન પ્રતિદિન શુકલ પક્ષનો ચંદ્રમાં વૃદ્ધિ પામે તેમ વધવા લાગ્યા એમ કરતા બાર વર્ષના થયા.

પદ્મનાભ ૧૨ વર્ષના થયા ત્યારે તેમણે મિત્ર ધનુરાજને કહ્યું કે, આપને એક મનોહર અને સુંદર વાડીની રચના કરીએ. વાડી ક્યાં બનાવવી તે તમો કહો. ધનુરાજે કહ્યું, “પ્રભુ ! ક્યાં વાડી રચવી તે તો તમને ખબર”. આપ જયા આજ્ઞા કરો ત્યાં વાડીની રચના કરીએ ત્યારે પદ્મનાભે વાડીની રચના પાટણ શહેરની દક્ષિણ દિશાએ કરવા જણાવ્યું. પદ્મનાભ ભગવાન અને ધનુરાજ વિ. સં. ૧૪૭૧ના કારતક સુદ ૧૪ને રવિવારના રોજ પહેલા પહોરે સ્થંભ રોપ્યો.


“સોને કી છડી રૂપેકી મશાલ, ઝરીયન કા જામા ગલે મોતન કી માલા,

નિરંજન નિરાકાર જ્યોત સ્વરૂપી, શ્રી પદ્મનાભ ભગવાનને ઘણી ખમ્મા.”


મુખ્ય મંદિર

ગણપતિ મંદિર

શ્રી પદ્મનાભ ભગવાનના મંદિરમાં પ્રવેશ કરતા ગણપતિ મંદિર આવે છે. Read More

અંબાજી મંદિર

શ્રી પદ્મનાભ ભગવાનના મંદિરમાં અંબાજી માતાનું મંદિર આવેલ છે. Read More

હરદેવજી મંદિર

શ્રી પદ્મનાભ ભગવાનના પુત્ર એવા હરદેવજી ભગવાનનું મંદિર આવેલ છે. Read More

નકળંગ મંદિર

શ્રી પદ્મનાભ ભગવાનના મંદિરમાં નકળંગ ભગવાનનું મંદિર આવેલ છે. Read More


પદ્મનાભ ભગવાનની વાડીના નકશાઓ